મકાઈના લોટના વડા(રાંધણ છઠ્ઠ- શીતળા સાતમ સ્પેશિયલ)/Makai Vada recipe/Travelling food/Maize flour vada

Please help us to find bad videos. Broken or unappropriated video content?
મકાઈ ના વડા માટેની સામગ્રી:-. Ingredients
2 કપ મકાઈ નો લોટ 2 cups Maize flour
1/2 કપ ઘઉં નો લોટ. 1/2 cup coarse wheat flour
2 ચમચા તેલ. 2 tbs oil
1 કપ દહીં 1 cup curd
1/2 કપ સમારેલો દેશી ગોળ. 1/2 jeggery
10-12 કળી લસણ. 10-12 garlic pods
1 નાનો આદુ નો ટુકડો. 1 inch ginger
2-3 લીલાં મરચાં. 2-3 green chilly
2 ચમચી સફેદ તલ. 2 tbs seaseme seeds
1 ચમચી અજમો. 1 tsp carrom seeds
1 ચમચી લાલ મરચું. 1 tbs red chilly powder
1/2 ચમચી હળદર. 1/2 tsp turmeric powder
1 ચમચી ધાણાજીરુ. 1 tbs coriander powder
1/8 ચમચી ગરમ મસાલો. 1/8 tsp garam masala
2 ચપટી હિંગ. 2 pinch hing
મીઠું સ્વાદ અનુસાર. Salt to taste
1/2 કપ સમારેલી મેથી. 1/2 cup chopped Green methi

તેલ તળવા માટે
સફેદ તલ વડા માં લગાવવા માટે

મકાઈ ના વડા બનાવવા ની રીત:-

સૌ પ્રથમ લસણ, આદુ અને મરચાં ની વાટી ને પેસ્ટ તૈયાર કરો.
હવે એક બાઉલ માં મકાઈ નો લોટ,ઘઉં નો લોટ, મીઠું , આદુ- મરચાં- લસણ ની પેસ્ટ અને તેલ ઉમેરી ને મિક્સ કરો.ત્યાર બાદ અજમો, તલ, મરચું, ધાણાજીરું, મરચું , હળદર, મેથી, ગરમ મસાલો, હિંગ,ગોળ અને દહીં ઉમેરી ને બધું બરાબર મિક્સ કરો અને એકદમ મસળી ને મીડિયમ સોફ્ટ કણક તૈયાર કરો.
દહીં જોઈએ એટલું જ ઉમેરવું . કણક વધુ પડતી સોફ્ટ ના થવી જોઈએ..
કદાચ થોડી ગોળની કણી રહી જાય તો ચાલશે.
હવે આ કણક પર ભીનું કોટન નું કપડું ઢાંકી ને ઢાંકણ થી બંધ કરી દો.
હવે 4-6 કલાક નો રેસ્ટ અપો.
આવું કરવાથી વડા ખૂબ જ સોફ્ટ અને ટેસ્ટી બનશે.
હવે ફરી થી લોટ ને જરા જરા પાણી વાળો હાથ કરી ને મસળતા જાવ અને એકદમ સોફ્ટ કણક તૈયાર કરો.જે ગોળ ની કણી રહી હોય એ પણ હવે ઓગળી જશે.

હવે નાના નાના ભાગ કરતા જાવ અને એક પાટલી પર ભીનું પાતળું કોટન કપડું કે રૂમાલ પાથરી તેના પર વડા ને ધીરે ધીરે દબાવી ને નાના નાનાં ગોળ વડા તૈયાર કરો.
ઉપર તલ ભભરાવો અને ફરી થી એકવાર પ્રેસ કરો.
તમે રૂમાલ પર કણક નો બોલ મૂકી ને ઉપર નાની વાડકી જે નીચેથી સપાટ હોય તેને બોલ પર દબાવી ને પણ વડા નો શેપ આપી શકો છો.
અતિશય પાતળા કે જાડા વડા ના બને તેનું ધ્યાન રાખો.

હવે ગરમ તેલ માં 4-5 વડા એકસાથે મૂકી ને ધીમાં થી મધ્યમ આંચ પર ઘેરા રંગ ના થાય ત્યાં સુધી તળી લો.

જ્યારે વડા તેલ માં ઉમેરો ત્યારે જ તેજ આંચ રાખવી જેથી વડા ખૂબ જ સરસ ફૂલી જાય પછી આંચ ધીમી થી મધ્યમ રાખો. નહીં તો વડા અંદર થી કાચા રહશે.

હવે આ વડા ને પેપર નેપકિન પર નીકાળી લો. ઠંડા થાય એટલે ડબ્બા માં ભરી લો.
મકાઈ ના સ્વાદિષ્ટ વડા ને ચા -કોફી કે ચટણી, સોસ અથવા દહીં જોડે સર્વ કરો..

Recipes

White chocolate and raspberry cheesecake
Puddings and desserts recipes

White chocolate and raspberry cheesecake

Spider web cakes
Cupcake recipes

Spider web cakes

Spicy crab tart
Tart recipes

Spicy crab tart

Redcurrant fairy cakes
Cupcake recipes

Redcurrant fairy cakes

Raspberry shortcake hearts
Biscuit recipes

Raspberry shortcake hearts

Ginger scones
Scone recipes

Ginger scones

Caramelised clementine and pomegranate pavlova
Puddings and desserts recipes

Caramelised clementine and pomegranate pavlova

Blueberry freezer jam
Jam recipes

Blueberry freezer jam